હિન્દી દિવસ 2020: આઝાદી મળ્યા પછી હિન્દી કેવી રીતે 'રાજભાષા' બની? જાણો ઈતિહાસ

આજે દુનિયાભરમાં ભલે અંગ્રેજી ભાષાનું ચલણ હોય પરંતુ આપણા ભારતીયો માટે હિન્દી ભાષાની જગ્યા બીજી કોઈ ભાષા લઈ શકે નહીં. હિન્દીને રાજભાષાનો દરજ્જો 14 સપ્ટેમ્બર 1949ના રોજ મળ્યો હતો. ત્યારથી દર વર્ષે આ તારીખ હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આપણે બધા અંગ્રેજીને શીખવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે બહુ ઓછા લોકો જાણે છે કે આખરે આ દિવસની ઉજવણી કેમ થાય છે અને તેનું શું મહત્વ છે. આવો આપણે વિસ્તારથી તેના વિશે જાણીએ. 

હિન્દી દિવસ 2020: આઝાદી મળ્યા પછી હિન્દી કેવી રીતે 'રાજભાષા' બની? જાણો ઈતિહાસ

નવી દિલ્હી: આજે દુનિયાભરમાં ભલે અંગ્રેજી ભાષાનું ચલણ હોય પરંતુ આપણા ભારતીયો માટે હિન્દી ભાષાની જગ્યા બીજી કોઈ ભાષા લઈ શકે નહીં. હિન્દીને રાજભાષાનો દરજ્જો 14 સપ્ટેમ્બર 1949ના રોજ મળ્યો હતો. ત્યારથી દર વર્ષે આ તારીખ હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આપણે બધા અંગ્રેજીને શીખવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે બહુ ઓછા લોકો જાણે છે કે આખરે આ દિવસની ઉજવણી કેમ થાય છે અને તેનું શું મહત્વ છે. આવો આપણે વિસ્તારથી તેના વિશે જાણીએ. 

દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ તરીકે ઉજવણી થાય છે. અંગ્રેજી, સ્પેનિશ, અને મંદારિન બાદ હિન્દી દુનિયામાં ચોથી સૌથી વધુ બોલાતી અને જાણીતી ભાષા છે. હિન્દી દિવસ પર દર વર્ષે ભારતના રાષ્ટ્રપતિ ભાષા પ્રત્યે યોગદાન માટે લોકોને રાજભાષા પુરસ્કારથી સન્માનિત કરે છે. 

ભારતમાં હિન્દી ભાષાનો ઈતિહાસ ઈન્ડો-યુરોપિયન ભાષા પરિવારના ઈન્ડો-આર્યન શાખાથી છે. જેને દેવનાગરી લિપીમાં ભારતની અધિકૃત ભાષાઓમાંથી એક સ્વરૂપે લખાયો છે. અત્રે જણાવવાનું કે જ્યારે દેશ આઝાદ થયો હતો ત્યાર બાદ સૌથી મોટો પ્રશ્ન ભાષાને લઈને હતો. આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે. આવામાં કોઈ એક ભાષાને ભારતની રાજભાષા તરીકે પસંદ કરવી એ આપણા બંધારણના ઘડવૈયાઓ માટે મોટો પ્રશ્ન હતો. 

6 ડિસેમ્બર 1946ના રોજ આઝાદ ભારતનું બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના થઈ હતી. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણના છેલ્લા સ્વરૂપને બંધારણ સભાએ મંજૂરી આપી હતી અને ત્યારબાદ આઝાદ ભારતનું પોતાનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું હતું. પરંતુ તે સમયે સૌથી મોટો સવાલ હતો રાજભાષા તરીકે કઈ ભાષાની પસંદગી કરવી. 

ઘણા વિચાર વિમર્શ બાદ નક્કી થયું કે હિન્દી અને અંગ્રેજીને નવા રાષ્ટ્રની ભાષા તરીકે પસંદ કરાઈ. બંધારણ સભાએ દેવનાગરી લિપીમાં લખાયેલી હિન્દીને અંગ્રેજોની સાથે રાષ્ટ્રની અધિકૃત ભાષા તરીકે સ્વીકારી. પરંતુ ત્યારબાદ 14 સપ્ટેમ્બરે 1949ના રોજ બંધારણ સભાએ એકમતથી નિર્ણય લીધો કે હિન્દી જ ભારતની રાજભાષા હશે. ભારતીય બંધારણના ભાગ 17ના અધ્યાયની કલમ 343 (1)માં એવું જણાવેલું છે કે સંઘની રાજભાષા હિન્દી અને લિપી દેવનાગરી રહેશે. 

અત્રે જણાવવાનું કે 1918માં હિન્દી સાહિત્ય સંમેલનમાં ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા માટે પહેલ કરી હતી. ગાંધીજીએ હિન્દીને જનમાનસની ભાષા ગણાવી હતી. 

જ્યારે હિન્દી ભાષા દેશની રાષ્ટ્રભાષા તરીકે પસંદ થઈ તે સમયે દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હતાં અને તેમણે કહ્યું હતું કે આ દિવસના મહત્વને જોતા દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ તરીકે ઉજવણી થાય. ભારતમાં પહેલો હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર 1953ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે. 

શું ગાયબ થઈ જશે હિન્દી ભાષા?
એ સત્ય છે કે આજે અંગ્રેજી ભાષાનું પલડું ભારે છે. આજે પણ દેશમાં અનેક લોકોને એવું લાગે છે કે જેને વધુ અંગ્રેજી  આવડે તે જ્ઞાની છે. લોકો તેને હાઈપ્રોફાઈલ સમજવા લાગે છે. નોકરી વખતે પણ વ્યક્તિના અનુભવ કરતા અનેક કંપનીઓ એ જુએ છે કે ઉમેદવારની અંગ્રેજી ભાષા પર પકડ કેટલી છે. જો  સમય સાથે આમ જ થતું રહ્યું તો હિન્દી ભાષા ક્યાક લોકો વચ્ચેથી ગાયબ થઈ જશે અને અંગ્રેજી ભાષાનું ચલણ વધી જશે. 

જો આજે પણ આપણે ભાષાને લઈને સતર્કતા ન વર્તી તો એ દિવસ દૂર નથી કે જ્યારે હિન્દી ભાષા આપણા વચ્ચેથી બિલકુલ ગાયબ થઈ જશે. જો આપણે હિન્દી ભાષાના મહત્વને જાળવી રાખવું હોય તો તેના પ્રચાર અને પ્રસારને વધારવું પડશે. આ સાથે જ સરકારી અને પ્રાઈવેટ ઓફિસોમાં કામકાજમાં હિન્દીને પ્રાથમિકતા આપવી પડશે. આ સાથે જ ફક્ત અંગ્રજી ભાષાના આધારે કોઈની કાબેલિયત ન આંકવામાં આવે. અંગ્રેજી ભાષાના ફેક ભ્રમને આપણે આપણા મનમાંથી દૂર કરવો જ રહ્યો જેથી કરીને આવનારી પેઢી હિન્દી ભાષાને વધુ મજબૂત બનાવી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news